મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા


SHARE





વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા

વાંકાનેરના રાતીદેવરી ગામે વૃદ્ધ પોતાના પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા હતા ત્યારે ત્યાં હાથમાં લાકડાના ધોકા લઈને આવેલા બે શખ્સ આવ્યા હતા અને ત્યાં હાજર રહેલા એક વ્યક્તિને બેફામ ગાળો આપી હતી અને બાદમાં બજારમાં પડેલા પથ્થરના છૂટા ઘા કર્યા હતા ત્યારે વૃદ્ધને મોઢા, ડાબી આંખ અને નાક પાસે પથ્થર લાગ્યા હતા જેથી તેઓને નાકમાં ફ્રેકચર જેવી ઈજા થયેલ છે અને મોઢા તથા આંખ પાસે પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જૂની રાતીદેવરી ગામે રહેતા અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (63)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ ઉર્ફે પીન્ટુભાઇ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા રહે. બંને રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેના પિતાની દુકાનના પગથીયા પાસે બેઠા હતા ત્યારે બંને આરોપીઓ હાથમાં લાકડીના ધોકા લઈને આવ્યા હતા અને ત્યાં હાજર રહેલ સાહેબાવજીભાઇ વોરાને બેફામ ગાળો આપી હતી અને બાદમાં તેને મારવા માટે જાહેરમાં પડેલ પથ્થરના છુટા ઘા કર્યા હતા ત્યારે ફરિયાદીને મોઢા, આંખ પાસે અને નાક ઉપર પથ્થરના ઘા વાગ્યા હતા જેથી તેઓને ડાબી આંખ નીચેના ભાગમાં અને મોઢા ઉપર ઇજા થઈ હતી જયારે નાકમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ હોય તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવ બાદ બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News