મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના શનાળા ગામ પાસે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ સમાજોના આગેવાનો, મંદિર ટ્રસ્ટીઓ અને અગ્રણી નાગરિકો સાથે અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે સમાજસેવા, રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણના સંકલ્પોને વધુ ગતિ આપવા અંગે વિચારવિમર્શ કરવામાં આવેલ હતો અને પ્રધાનમંત્રીના સેવા અને સમર્પણના જીવનમૂલ્યોને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે સહુએ એકજૂટ થઈ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મેયર ઉતમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વાસદડિયા અને તપનભાઈ દવે તેમજ મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઇ જોશી, ડો.બી.કે. લહેરું, હિતેશભાઇ ભાવસાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
 




Latest News