મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE





મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તા. ૧ થી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ મહિલાઓ અને દીકરીઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને શારીરિક રીતે વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત સહયોગથી સમગ્ર સપ્તાહ દરમિયાન વિશેષ થીમ આધારિત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ ઉજવણી અંતર્ગત ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૩ ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, ICDS, રોજગાર કચેરી, લીડ બેંક અને કાનૂની સેવા સત્તામંડળ સહિત વિભાગોના સંકલનથી સાયબર જાગૃતિ, સ્વરક્ષણ, કાનૂની માર્ગદર્શન, સ્વરોજગાર અને આરોગ્ય શિબિરો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં મોરબી જિલ્લા નાગરિકો, મહિલાઓ, યુવાનો અને દીકરીઓને ઉત્સાહભેર ભાગ લેવા મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

બેટી બચાવો, બેટી પઢાઓ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અંતર્ગત વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય સ્તરે દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, દિકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવવા તેમજ 'વ્હાલી દીકરી' જેવી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ટીડીઓ, સરપંચઓ તથા તલાટી-કમ-મંત્રીઓ સહિતના હાજર રહ્યા હતા.




Latest News