ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે


SHARE





મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વીઝા) ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.

મોરબીના મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ આવતીકાલે તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

પશુપાલન વિભાગની માર્ગદર્શિકા જાહેર

વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. પશુપાલન વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટા સાથે બાંધી ન રાખવા જેથી મુશ્કેલીના સમયે તેઓ પોતાની જાતે બચાવ કરી શકે. આ ઉપરાંત પશુઓને મોટા ઝાડ, નબળા છાપરા, જર્જરીત મકાન, કાચી દીવાલ કે વીજળીના થાંભલા પાસે ક્યારેય ન બાંધવા જોઈએ. ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ બંધિયાર જગ્યામાં ગૂંગળાઈ ન જાય તેની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કોઈ પણ કટોકટીના સમયે સહાય માટે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.




Latest News