મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !


SHARE





બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !

મોરબીમાં પાલિકાના સભાખંડમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેના કવરેજ માટે પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તો પણ સભાના અધ્યક્ષના કહેવાથી કમિશનરે પત્રકારોને બહાર જવા માટે કહ્યું હતું અને આ બાબતે પત્રકારોએ મેરને પૂછેલા તીખા સવાલોનો જવાબ આપવાના બદલે મેયરે પત્રકાર પરિષદમાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી અને આગામી સમયમાં સામાન્ય સભાની બેઠકો હશે ત્યારે પત્રકારોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ બાબતોની તકેદારી રાખવામાં આવશે તેવી ખાતરી મેયર અને કમિશનર દ્વારા આપવામાં આવી હતી

મોરબી મહાપાલિકાની હદમાં લોકોના જુદા જુદા પ્રશ્નો ઉકેલવાની કામગીરી તથા વિકાસ કામો ઝડપથી થાય તે માટે થઈને વિવિધ સમિતિઓની રચના કરવા માટે થઈને મહાપાલિકામાં મેયર ઉતમ સુરાણીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક મળી હતી તે પહેલા જિલ્લા ભાજપના મહામંત્રી મહાપાલિકાના સભાખંડમાં આવ્યા હતા અને ત્યાં તમામ સભ્યોની હાજરીમાં જુદીજુદી કમિટીમાં જે ચેરમેન સહિતના સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવેલ હતો તેને જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ત્મામાં સદસ્યોટેબલ ખખડાવીને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.

ત્યારબાદ સામાન્ય સભાની બેઠક શરૂ કરવામાં આવી હતી જોકે બેઠક શરૂ થતા પહેલા જ મહાપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા “સામાન્ય સભાના અધ્યક્ષના કહેવાથી પત્રકારોને બહાર જવા માટે તેને કહેવામાં આવ્યું હતું” આ બાબતને લઈને પત્રકારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી કારણ કે એક બાજુ પત્રકારોને આમંત્રણ આપીને સામાન્ય સભાના કવરેજ માટે થઈને બોલાવવામાં આવે છે અને બીજી બાજુ બેઠક ચાલુ થાય ત્યારે પહેલા જ તેને બહાર જવા માટે કહેવામાં આવે છે. જેથી સામાન્ય સભાની બેઠક પૂર્ણ થયા બાદ મેરને કેટલાક તીખા સવાલો પત્રકારો દ્વારા કરવામાં આવ્યા હતા જેનો જવાબ આપવાના બદલે મેર દ્વારા ચાલુ પત્રકાર પરિષદમાં ચાલતી પકડવામાં આવી હતી.

સામાન્ય રીતે મહાનગરપાલિકા કે નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકની અંદર લોકોની સમસ્યાઓ હોય તે ના મુદ્દાઓની ચર્ચા થતી હોય છે તેમજ વિકાસ કામ માટેના મુદ્દાઓની ચર્ચા થતી હોય છે અને તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેના માટે પત્રકારોને સભાનું કવરેજ કરવા માટે થઈને આમંત્રિત કરવામાં આવતા હોય છે જોકે મોરબી મહાનગરપાલિકામાં મેર દ્વારા પત્રકારોને બહાર જવા માટે કહેવામા આવતા ઊંધી ગંગા જેવો ઘાટ જોવા મળ્યો હતો. મોરબીના મેયર ઉત્તમ સુરાણી દ્વારા કમિશનરને કહીને પત્રકારોને સામાન્ય સભાની બેઠકમાંથી બહાર જવા માટે તેને કહેવા માગ્યું હતું.

જેથી પત્રકારોએ મેરને સવાલ કર્યો હતો કે “તમે શા માટે થઈને પત્રકારોને સામાન્ય સભાની બેઠકમાંથી બહાર જવા માટે કહ્યું તેનો જવાબ મેયર સ્પષ્ટ રીતે આપી શક્યા ન હતા અને બાજુમાં બેઠલા ડેપ્યુટી મેયર અને કમિશ્નર બોલે તે મુજબ જવાબ આપતા હતા જો કે, આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તેઓ તકેદારી રાખશે અને પત્રકારોની બેઠક વ્યવસ્થા સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તેવી મેયરે પત્રકારોને ખાતરી આપી હતી

ઉલેખનીય છે કે, પત્રકારોને સામાન્ય સભામાં બેસવા માટેનો કાયદેસરનો અધિકાર મળતો હોય છે જોકે તેઓ સામાન્ય સભાની ચર્ચામાં ભાગ લઈ શકતા નથી પરંતુ ત્યાં કરવામાં આવતી ચર્ચાઓનું રેકોર્ડિંગ કરી શકે છે અને ફોટોગ્રાફ પણ લઈ શકે છે અને તેને આ કામ કરતા કોઈ રોકી શકે નહીં તે સ્પષ્ટપણે કાયદાની જોગવાઈ મુજબ છે પરંતુ મેર દ્વારા મોરબી મહાપાલીકાની સામાન્ય બેઠક ચાલુ થાય ત્યારે પહેલા પત્રકારોને બહાર જવાનું કહીને તેઓ બરાબરના ભરાઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને જવાબ આપો પણ ભારે પડી ગયો હતો




Latest News