સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ


SHARE





મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ

મોરબી મહાપાલિકાના મેયર સહિતના મુખ્ય પાંચ હોદા ઉપર જ્યારે પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી ત્યારે ક્યાંકને ક્યાંક સતવારા સમાજમાં નારાજગી જોવા મળી હતી જેથી કરીને સતવારા સમાજનો રોષ ખાળવા માટે થઈને કારોબારી સમિતિમાં જે અગાઉ 12 નામ જાહેર કરવામાં આવ્યા હતા તે પૈકીના પાંચ સદસ્યોને જુદી-જુદી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હોય તેના સ્થાને સતવારા સમાજના બે આગેવાન સહિત કુલ પાંચ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં વિવિધ 15 કમિટીના ચેરમેનોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ 4 કમિટીના ચેરમેન પાટીદાર સમાજમાંથી બનાવીને પાટીદાર અને સતવારા સમાજ બંનેને સાચવી લેવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનની વરણી કરવા માટે થઈને આજે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં મોરબી મહાનગરપાલિકાની 15 કમિટીઓના ચેરમેન અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે અગાઉ કારોબારી સમિતિ ના 12 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે પૈકીના પાંચ સભ્યોને વિવિધ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હોવાથી તેઓને કારોબારી સમિતિના સભ્ય તરીકે હટાવીને તેમની જગ્યાએ અન્ય પાંચ સભ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભુપતભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારિયા, ગણેશભાઈ ડાભી, ગોપાલભાઈ કાસુન્દ્રા તથા ભગવતીબેન કુંડારીયાનો કારોબારી સમિતિમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે

જ્યારે વિવિધ કમિટીના ચેરમેનોની વાત કરીએ તો બાંધકામ સમિતિના ચેરમેન રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, સેનીટેશન સમિતિના ચેરમેન મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, આરોગ્ય સમિતિના ચેરમેન પુષ્પાબેન જીગરભાઈ વાળા, લાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતા, વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચાણીયા, માર્કેટ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સમિતિના ચેરમેન બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા, ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન રીસીપભાઈ નારણભાઈ કૈલા, ડ્રેનેજ સમિતિના ચેરમેન નવીનભાઈ ભૂદરભાઈ કુંડારીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિસામક દળ સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા તથા એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પદે રમાબેન કેતનભાઇ બોપલિયાની વરણી કરવામાં આવેલ છે




Latest News