મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત


SHARE







મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની સજ્જતાની ચકાસણી કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ ‘ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ (જિલ્લા કંટ્રોલ રૂમ)ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભારે વરસાદ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકો તરફથી મળેલા ઇમરજન્સી કોલ્સ અને તે અન્વયે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી તથા રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. અને રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને સમગ્ર જિલ્લામાં નોંધાયેલા વરસાદી આંકડા, વિવિધ જળાશયો અને ડેમોની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.તેમણે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહી સંકલનમાં કામગીરી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત તેમજ ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News