મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો


SHARE







બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો

હળવદ તાલુકામાં બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે મયુરનગર થી રાયસંગપર રોડ પર આવેલા કોઝવેનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ રોડ ઉપર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા પાણીનું સ્તર ઘટતાની સાથે જ આ માર્ગનું સમારકામ હાથ ધરીને વાહનવ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા કોઝવે પરથી પસાર થવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News