મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા


SHARE







મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા

મોરબી તાલુકાના જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે નવા નીરની આવક શરૂ થઈ હતી અને સાંજ સુધીમાં ડેમ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયો હતો જેથી ડેમના બે દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને આ ડેમના દરવાજા ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં શુક્રવારે સવારથી ખુબ સારો વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં મોરબી તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો જેથી સ્થાનિક જળાશયોની અંદર વરસાદી પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે મોરબીના જુદા જુદા ડેમમાંથી મચ્છુ-3 ડેમના એક દરવાજા સાંજે 6:00 વાગ્યે ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ મોડી સાંજે મોરબી તાલુકાના જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયો હતો જેથી કરીને આ ડેમના બે દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત મુજબ 7182 ક્યુસેક પાણીની આવક સામે જાવકને શરૂ કરવામાં આવી હતી જો કે, ઘોડાધ્રોઈ નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા મોરબી તાલુકાના 7 અને માળિયા તાલુકાના 3 આમ પુલ મળીને 10 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ કોઈપણ વ્યક્તિને નદીના પટમાં ન જવા માટે અને માલધારીઓને પોતાના માલ ઢોરને સલામત જગ્યાએ રાખવા માટે તેમને સૂચના આપવામાં આવી હતી




Latest News