મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે


SHARE







હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે

મોરબીના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ-૨ જળાશયના ઉપરવાસમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં પાણીના પ્રવાહની જંગી આવક ચાલુ રહેતાં જળાશય મહત્તમ ભરાઈ ગયો છે, જળાશયની વધતી સપાટીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ જુલાઈને શનિવારે વહેલી સવારે ૦૪:૦૦ કલાકે ૪૯૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી સાવચેતીના અગમચેતીના ભાગરૂપે નીચાણવાસના વિસ્તારો માટે હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ અન્વયે મચ્છુ-૨ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના મોરબી શહેર ઉપરાંત ૨૦ ગામો જેમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળિયા(મીં) તાલુકાના ૯ ગામો જેમ વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા મળી કુલ ૨૯ ગામોના નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીપટના વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં અવરજવર ન કરવા, પશુઓને નદીપટમાં ન મોકલવા તથા માલ-મિલકત સલામત સ્થળે ખસેડી તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરી વહીવટી તંત્રને સહયોગ આપવા કરવા ખાસ અનુરોધ કરાયો છે.




Latest News