મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર


SHARE







ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર

મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો અને વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી ધ્યાને રાખી જરૂરી સાવચેતી રાખવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News