મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ


SHARE







યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ

મોરબીના વોર્ડ નં. 2 માં રોડ રસ્તાની હાલત અતિદાયનીય છે અને સ્ટ્રીટ લાઈટો બંધ સહિતની સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે જેથી સ્થાનિક કોર્પોરેટરને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેના આધારે કોર્પોરેટર દ્વારા મહાપાલિકાના પદાધિકારીએ અને અધિકારીને કામ કરવા માટે કહેવામા આવે તો કામ કરવામાં આવતું નથી અને તેઓના ફોન પણ ઉપાડવામાં આવતા નથી જેથી નારાજ થયેલ ભાજપના મહિલા કોર્પોરેટર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેઓના વિસ્તારની અંદર પણ ચોમાસા પછી વિકાસના કામોને વેગ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી જેથી હાલમાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું નથી પરંતુ ચોમાસા પછી કામ નહીં થાય તો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી મહાપાલિકામાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયેલા છે અને વોર્ડ નંબર 2 માં વીસીપરા, રોહીદાસપરા, આંબેડકરનગર, રણછોડનગર, અમરેલી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે અને આ વિસ્તારની અંદર મોટાભાગે શ્રમજીવી પરિવારો રહેતા હોય છે તેઓને લાઈટ, પાણી, રોડ રસ્તાની સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને આ સુવિધાઓ પૂરી પાડવા માટે થઈને ભાજપમાંથી ચૂંટાયેલા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સીતાબેન પરબતભાઈ હુંબલ દ્વારા અવારનવાર મહાપાલિકાના મે, કમિશનર અને સંબંધિત વિભાગના અધિકારીને લોકોની ફરિયાદ આધારે રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેઓના કામ કરવામાં આવતા નથી.

જેથી નારાજ થયેલા મહિલા કોર્પોરેટર સીતાબેન પોતાનું લેખિત રાજીનામું લઈને મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પાસે પહોંચ્યા હતા અને તેઓના કામ થતા નથી અને પદાધિકારીએ કે અધિકારી તેઓના ફોન ઉપાડતા નથી જેથી તેઓ પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામુ આપવા આવ્યા છે તેવું જણાવ્યું હતું ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટએ તેઓની રજૂઆત સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને વોર્ડ નં. 2 ની વરસાદની સ્થિતિ વચ્ચે લોકો ચાલી શકે તે માટે રોડની જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા માટેની સૂચના આપી હતી. તેમજ મહિલા કોર્પોરેટરને ખાતરી આપી હતી કે, ચોમાસા પછી તેઓના વોર્ડમાં રોડ રસ્તા, લાઈટ, પાણીના કામ ઝડપથી કરવામાં આવશે. જેથી હાલમાં મહિલા કોર્પોરેટર દ્વારા રાજીનામું અપાયું નથી પરંતુ જો ચોમાસા પછી તેઓના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ નહીં કરવામાં આવે તો તેઓ પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપશે તેવી સીતાબેન હુંબલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




Latest News