મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબીના રવાપર ગામે એસપી રોડ ખાતેથી નાની-મોટી 122 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો હતો. તેની પુછપરછમાં એકનું નામ ખુલતા બંનેની સામે ગુનો નોંધી આગળની કડીઓ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રવાપર ગામે આવેલા એસપી રોડના ખુણેથી નિકળેલા રણજીત નારણભાઈ સંઘાર મણકા (ઉ.27) રહે. ખડીયાવાસ લીલાપર રોડને અટકાવી તલાસી લેતા તેની પાસેથી દારૂની 13 બોટલો તથા 109 ચપલા એમ કુલ 122 બોટલો મળી આવતા રૂા.41,052ની કિંમતના દારૂ સાથે રણજીત સંઘારની ધરપકડ કરવામાં આવી હતી. તેની પુછપરછમાં અરવિંદ લાધુભાઈ બાટી રહે. 4- વજેપરનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
 મોરબી-માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામના પાટીયે વાહન અકસ્માતમાં ઈજા પામેલ રોશનબેન નુરમામદ મોવર (40), ખેરૂનબેન ફતેમામદ મોવર (25) અને જેનાબેન અબ્દુલ કટીયા (60) રહે. ત્રણેય માળીયા (મીં)ને ઈજાઓ થતા 108 વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. લાલપર ગામે મારામારીના બનાવમાં ઈજા પામેલા રાજેશભાઈ લાભુભાઈ જાદવ (47)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલાનું મોત
 મોરબી સિવિલે એક અજાણી સ્ત્રી ઉ.વ.આ.40ને સારવાર માટે લાવવામાં આવેલ જેને બાદમાં રાજકોટ ખસેડાયા હતા. અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનું નામ જયોતિબેન જીલાભાઈ વિજવાડીય કોળી (ઉ.40) રહે. જુના જાંબુડીયા હોવાનું ખુલ્યું હતું તેમજ લીવરની બીમારી સબબ મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યું હતું.

યુવાન સારવારમાં
 માળીયા હાઈવે પાટીદાર ટાઉનશીપની પાછળ કારખાનાના લેબર કવાટરમાં રહેતો અર્જુનકુમાર નામનો 24 વર્ષનો પરપ્રાંતિય મજુર યુવાન કવાટરની છત ઉપરથી નીચે પડી જતા સારવાર માટે હોસ્પીટલે લઈ જવાયો હતો. તેમજ કંડલા બાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ રહેતા રામજીભાઈ સવજીભાઈ દેલવાડીયા (38)ને હાઈવે નજીક ચારેક લોકોએ માર મારતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેમજ માળીયાના ખીરઈ ગામે સાપ કરડી જતા તાનીયા અબ્દુલ સામતાણી (14)ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

દવા પી લેતા
 હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં દવા પી ગયેલ સોનમબેન કમલેશભાઈ વસાયા (43)ને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ રણછોડગઢ ગામે રહેતા અમિત ચંદુલાલ પારજીયા (17)ને અજાણ્યા માણસે ગામ નજીક માથામાં પાઈપ મારતા અમિતને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.
 હળવદના અમરાપર ગામે ટ્રેકટર પલ્ટી મારી જતા ઈજાગ્રસ્ત થયેલા અરવિંદ ભુરસિંગ મસાણીયા (25)ને હળવદ પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલે લેવવામાં આવ્યો હતો




Latest News