મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ


SHARE







મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ

મોરબી શહેરમાં આજે સવારથી આવીરત વરસાદ વરસી રહ્યો છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે મોરબીના નગર દરવાજા ચોકમાં પાનની દુકાન પાસે કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ વાયરોમાં કડાકા ભડાકા થવા લાગ્યા હતા જેથી ત્યાં વેપારીઓ સહિતના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આ અંગેની તાત્કાલિક પીજીવીસીએલ માં જાણ કરવામાં આવતા સ્થળ ઉપર આવીને કાર્યવાહી કરી હતી

ચોમાસા દરમિયાન ઘણી વખત વીજ વાયરો તૂટી પડવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેવામાં જો મોરબી શહેરની વાત કરીએ તો આજે સવારથી મોરબીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ બપોરે 4:00 વાગ્યા સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ થવાની શક્યતાઓ છે દરમ્યાન મોરબીના નગર દરવાજા ચોકમાં આર્ય પાન અને શિવ આઈસ્ક્રીમની વચ્ચેના ભાગમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રીક વાયરોમાં શોર્ટ સર્કિટ થવા લાગી હતી જેથી વેપારીઓ પોતાની દુકાનની બહાર નીકળી ગયા હતા અને ચાલુ વરસાદ હોવાને કારણે વીજ વાયર ચાલુ હાલતમાં તૂટીને નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા વેપારીઓ સહિતના લોકોને દુકાનથી દૂર કર્યા હતા અને ત્યારબાદ આ અંગેની પીજીવીસીએલમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ ઉપર આવ્યો હતો અને જે જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ હતી ત્યાં કામગીરી કરીને વીજ પુરવઠાને કાર્યરત કરવામાં આવ્યો હતો




Latest News