મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો


SHARE







મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરુવારે રાતના 10 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને સ્થાનિક જળાશયો તથા નદી નાળામાં પાણી આવી જવાના કારણે કેટલાક રસ્તાઓ બંધ છે ત્યારે મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો હાલમાં રોડ ઉપર પાણી આવી જવાના કારણે આ રસ્તો વાહનો માટે બંધ થઈ ગયો છે

મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારના 6:00 વાગ્યાથી અત્યાર સુધીની વાત કરીએ તો વાંકાનેર તાલુકા વિસ્તારમાં 106 એમએમ એટલે કે 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં તથા નદી નાળામાં વરસાદી પાણીની આવક થવા લાગી છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીથી આગળના ભાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા કોઝવેમાં પણ પાણીનો પ્રવાહ આવી ગયો છે અને પાણીના કારણે હાલમાં આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થયો છે તેમજ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે કોઝવેમાં રોડ ઉપર પાણી આવી ગયું હતું તેમ છતાં પણ એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે કોઝવેમાં વધુ પ્રમાણમાં પાણી હોવાના કારણે ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો. જો કે હાલમાં પણ તે રસ્તા ઉપર વરસાદી પાણી હોવાના કારણે રિક્ષા, બાઇક, સ્કૂટર તેમજ ટ્રક સહિતના ભારે વાહનો માટે પણ આ રસ્તો બંધ થઈ ગયો છે જેથી કરીને રસ્તાની બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા છે




Latest News