મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ


SHARE







વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ

વાંકાનેર શહેરમાં આજ સવારથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદના કારણે કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તે ઉપરાંત નેશનલ હાઈવે રોડ તથા તેના સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે હાલમાં નેશનલ હાઈવે તથા સર્વિસ રોડ વાહનોની અવરજવર માટે બંધ થઈ ગયેલ છે જેથી કરીને વાહન ચાલકો, સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ સહિતના લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી પાણીના કુદરતી નિકાલો બંધ થયા હોવાના કારણે નજીવા વરસાદમાં પણ વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ભરાઈ જાય છે તે ઉપરાંત લોકોના ઘર તથા દુકાનમાં ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જો વાંકાનેર શહેરની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં આજે સવારના 6:00 વાગ્યાથી લઈને બપોરના 4:00 વાગ્યા સુધીમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે અને વરસાદ ધીમી ધારે પડેલ હોવા છતાં પણ કેટલાક સોસાયટી વિસ્તારો તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે

વાંકાનેર શહેરની મધ્યમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે અને તેની બંને બાજુએ સર્વિસ રોડ પણ વાહનોની અવરજવર માટે આપવામાં આવેલ છે આ નેશનલ હાઈવે તથા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી બપોરે 2 થી 4 વાગ્યે દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તેના કારણે ભરાઈ ગયું હતું જેથી કાર, રીક્ષા, બાઇક, સ્કૂટર જેવા વાહનો ત્યાંથી લઈને પસાર થતા વાહન ચાલકોમાંથી ઘણા બધા લોકોના વાહનો બંધ થઈ ગયા હતા અને વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ ઉપરાંત ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવર પણ થોડીવાર માટે બંધ થઈ હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યો છે

વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન આજકાલનો નહિ પરંતુ વર્ષો જૂનો છે અને આ પ્રશ્નને સ્થાનિક અધિકારીઓ કે પદાધિકારીઓ ઉકેલી શકતા નથી જેના કારણે વાંકાનેરમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે તો પણ નેશનલ હાઇવે બંધ થઈ જાય અને સર્વિસ રોડ ઉપર પણ વાહનોની અવર જવર બંધ થઈ જાય છે જેથી વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોને ચાલુ વરસાદે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ કાયમી પીડામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે






Latest News