મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી


SHARE







મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામે રહેતા આધેડના ઘરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને અન્ય વસ્તુ મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના આંદરણા ગામે ટેલીફોન એક્સચેન્જ વાળી શેરીમાં રહેતા કમલેશભાઈ મેરામણભાઇ બોરાણા (50)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. 17/7 ના રાત્રીના 9:00 વાગ્યાથી લઈને તા 18/7ના સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્ય દ્વારા તેઓના બંધ રહેણાંક મકાનમાં દરવાજાના નકુચા તોડીને તાળું બહાર કાઢી નાખ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ લોખંડના કબાટની અંદર રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને ઘડિયાળ વગેરે મળીને 7,36,900 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઈ એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના કાલિકાનગર ગામે રહેતા સોમાભાઈ વસ્તાભાઇ બોસિયા (51) એ ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 6024 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ધીરપુર રોડ ઉપર આવેલ ચોકડી પાસે તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 6523 લઈને પેસેન્જર ન મુકવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ક્રેટા ગાડીને ચાલકે પાછળથી ફરિયાદીની રીક્ષાને ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં યુવાનને ડાબા હાથના ખભામાં ફ્રેક્ચર તથા માથાના ભાગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News