મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈટીઆઈ નજીકથી ડબલ સવારી એક્ટિવામાં બે વૃદ્ધ સાઢુ ભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને એકટીવા ઉપર જઈ રહેલા બંને વૃદ્ધને ઇજાઓ થઈ હતી જે પૈકીના એક વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઈજાગ્રસ્ત વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબીના ઘૂટું ગામે સરકારી હાઈસ્કૂલની પાછળના ભાગમાં રહેતા દેવજીભાઈ હરખજીભાઈ સનારીયા (72)ટ્રક નંબર આરજે 1 જીડી 2577 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાના સાઢુભાઈ નરભેરામભાઇ નાગજીભાઈ સનારીયા (83) રહે. ઘુટુ વાળાના એક્ટિવા નંબર જીજે 3 ડીબી 2585 માં પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી એકટીવાને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને એકટીવા ઉપર જઈ રહેલા ફરિયાદી તથા તેના સાઢુ ભાઈ રસ્તા ઉપર નીચે ટકાયા હતા ત્યારે ટ્રકનું ટાયર ફરિયાદીના સાઢુભાઈ નરભેરામભાઇના પગ ઉપરથી ફરી જવાના કારણે ગંભીર ઇજા થવાથી તેઓનુ મોત નીપજયું હતું જ્યારે પાછળ બેઠેલા ફરિયાદીને બંને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News