મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં


SHARE





મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ પાસે ત્રિપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા ત્રણ યુવાનોને ઈજા થહોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વિજયભાઈ કાનજીભાઈ છેલાણીયા (29)એ હાલમાં વાહન નંબર જીજે 12 બીએફ 0286 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના લખધિરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ પાસેથી તેઓ બાઈક નંબર જીજે 36 8076 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીને મોઢાના ભાગે ઇજા અને ડાબા પગમાં ફેક્ચર થયું હતું જોકે, શંકર ઉર્ફે બસંત નાયક (28) રહે. મનીષ કાંટા પાસે મોરબી વાળાને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને સીતુ (26) રહે. ઘ્ંટુ વાળાને ઇજાઓ થઈ હોવાથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News