મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો


SHARE





મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો

મોરબીના ઘૂટું ગામની સીમમાં આઈટીઆઈની પાછળના ભાગમાં આવેલ ડેલો બતાવવા માટે યુવાન તેના બે મિત્રો સાથે ગયો હતો દરમિયાન ડેલા વાળાને તે સારું નહીં લાગતા તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ માર માર્યો હતો ત્યારે યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્રને પણ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના પીપળી ગામે શાંતિનગર સોસાયટીની પાછળના ભાગમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ દેગામા અને અમિતભાઈ મુકેશભાઈ દેગામા રહે. બંને પ્રકૃતિ સોસાયટી, મોરબી તથા મુકેશભાઈને ત્યાં કામ કરતો માણસ આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઘ્ંટુ ગામની સીમમાં આઈટીઆઈની સામે મોજે મસ્તરામ હોટલની પાછળના ભાગમાં આરોપી મુકેશભાઈના ડેલા પાસે રોડ ઉપર ફરિયાદી તેના મિત્ર મેહુલભાઈ અને રવિભાઈને મુકેશભાઈ નો ડેલો બતાવવા માટે ફરિયાદી ગયો હતો જે મુકેશભાઇને સારું નહીં લગતા તેઓએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદીના મિત્ર મેહુલભાઈ વચ્ચે છોડાવવા પડતા તેને અમિતે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી તેને હાથમાં ફ્રેક્ચર થયું છે જ્યારે મુકેશભાઈને ત્યાં કામ કરતા શખ્સે લાકડાના ધોકા વડે માર મારીને ફેકચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News