સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મીરા પાર્ક સોસાયટીમાં જુગાર-દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામે ફરિયાદ


SHARE





મોરબીની મીરા પાર્ક સોસાયટીમાં જુગાર-દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામે ફરિયાદ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં મારા મારીનો બનાવ બનેલ હતો જેમાં બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતા ઋત્વિકભાઈ ધીરૂભાઈ ગોસ્વામી (20)  એ  મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે.મીરા પાર્ક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યુ છે કે, મીરા પાર્કમાં મોમાઈ ડેરી વાળી શેરીમાં ફરિયાદી સાથે આરોપીએ ગાળા ગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને છરી વડે હાથની આંગળીમાં ઇજા કરી હતી.જેથી ફરિયાદીને ચાર ટાંકા આવ્યા હતા અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામા પક્ષેથી મીરા પાર્કમાં રહેતા નિવૃત્ત એએસઆઈ મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા (64એ ઋત્વિક ધીરૂભાઈ બાવાજી, સુલતાનસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ રાણા રહે.બધા મીરા પાર્ક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, મીરા પાર્ક શેરી નં. 1 માં ફરિયાદીના દીકરા પોતાની શેરીના ચોકમાં સામા વાળાઓને જુગાર અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની ના પાડતા હતા.ત્યારે સામેવાળાએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના દીકરાને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદી વચ્ચે પડીને તેને છોડાવ્યા હતા અને ફરિયાદીને ડાબા હાથે લોખંડના પાઇપનો ઘા માર્યો હતો અને ફરિયાદી તથા સાહેકુલદીપસિંહને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ઇજા પામેલા પિતા-પુત્રને સારવાર માટે લઈને ગયા હતા અને હાલમાં પોલીસે બંને પક્ષેથી નોંધાવવામાં આવેલ ફરિયાદને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News