સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામ પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રકમાં પાછળ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓને ઇજા


SHARE





હળવદના દેવીપુર ગામ પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રકમાં પાછળ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓને ઇજા

હળવદના દેવીપુર ગામ પાસેથી બ્રિલિયન્ટ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યારે આગળના ભાગે જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં સ્કૂલની બસ અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સ્કૂલ બસમાં બેઠેલા બાળકો પૈકી 8 જેટલા બાળકોને ઇજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે ચરાડવા અને મોરબી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

હળવદના ચરાડવા ગામ પાસે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા માટે આજે વહેલી સવારે બસ ગ્રામ્ય વિસ્તારમાં ગઈ હતી અને મથક સહિતના ગામોમાંથી સ્કૂલના બાળકોને બસ નંબર જીજે 13 ટી 0182 માં બેસાડીને સ્કૂલ બસનો ચાલક પોતાની બસ લઈને સ્કૂલ તરફ આવી રહ્યો હતો દરમિયાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રક નંબર આરજે 14 જીએન 3565 ની પાછળના ભાગમાં સ્કૂલની બસ ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી 8 જેટલા વિદ્યાર્થીઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બાળકોને તાત્કાલિક સારવાર માટે ચરાડવા ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે બાળકોને વધુ ગંભીર ઇજા હોવાના લીધે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News