મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ


SHARE







મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક ઉત્કૃષ્ટ તક છે.

આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવાર ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં મોરબી જિલ્લાની કોઈપણ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૫ માં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ, તેમજ તેનો જન્મ ૦૧-૦૫-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૭ ની વચ્ચે થયેલો હોવો અનિવાર્ય છે. આ પરીક્ષા માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સમિતિના અધિકૃત પોર્ટલ www.navodaya.gov.in પર જઈને અથવા સત્તાવાર જાહેરાતના QR કોડને સ્કેન કરીને આગામી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી શકે છે. આ પ્રવેશ પરીક્ષા તા. ૨૮-૧૧-૨૦૨૬ ના રોજ યોજાશે અને તેનું સંભવિત પરિણામ માર્ચ/એપ્રિલ ૨૦૨૭ માં જાહેર કરવામાં આવશે. આ નિવાસી શાળામાં ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણની સાથે-સાથે રહેવા, ઉત્તમ ભોજન, પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની તમામ પાયાની સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન લેબોરેટરી અને રમતગમતની સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મોરબી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






Latest News