મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ


SHARE





અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના કાંઠે કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજિત સાંસદ કચ્છ કાર્નિવલ - 2026” અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કે.ડી.સી.સી બેંક, ભુજ ખાતે આયોજનના ભાગરૂપે કાર્નિવલમાં ભાગ લીધેલ વિવિધ શાળા, સંસ્થા અને મંડળો સાથે તેમજ કાર્નિવલ માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ભાગ લેનાર શાળા, સંસ્થા અને મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, રીતેનભાઈ ગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૬સમિતિઓ જેમાં કાર્યક્રમ ઇન્ચાર્જ સમિતિ, સ્ટેજ પ્રોટોકોલ વ્યવસ્થા સમિતિ, સ્ટેજ સ્વાગત સમિતિ, મંડપ લાઈટ અને સાઉન્ડ સમિતિ, ડેકોરેશન સમિતિ, ઇનામ અને મોમેન્ટો સમિતિ, પાસ વિતરણ સમિતિ, નિર્ણાયક સમિતિ, કૃતિ સમિતિ, પાર્કિંગ વ્યવસ્થા સમિતિ, પોલીસ અને સિક્યુરીટી સમિતિ, એમ્યુલન્સ અને ફાયર સમિતિ, લીગલ પરમીશન સમિતિ, પીવાના પાણીની સમિતિ, ફૂડ કીટ સમિતિ, મીડિયા વિભાગ સમિતિ, સોસીયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, બેનર અને પ્રિન્ટિંગ સમિતિ, કલાકાર સમિતિ, ફોટોગ્રાફી એલ.ઈ.ડી. અને લાઇવ સમિતિ, ટેકનીકલ વિભાગ સમિતિજીલ્લા પાસ વિતરણ અને આમંત્રણ સમિતિ ના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News