મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
Breaking news
Morbi Today

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ


SHARE







ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ

સરકારી શાળાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરી સોંપવામાં આવી હતી જેથી કરીને ટંકારા-પડધરીના ધારાસભ્ય અને મોરબી જિલ્લા વિકાસ અધિકારીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી પોતાના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે ડોર ટુ ડોર ફરી મતદાર યાદી સઘન સુધારણા, સ્થાનિક સ્વર રાજયની ચૂંટણી કામગીરી અને હમણાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરી ત્યાં વળી  ટંકારા તાલુકાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીના આદેશો આપેલા હોય શિક્ષકો પાસે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો સમય રહેતો ન હતો અને દર વર્ષે ફ્લડ કંટ્રોલ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય, દર વર્ષનો પેચીદો પ્રશ્ન હોય ફ્લડની કંટ્રોલની ફરજમાંથી મુક્તિ અપાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને  મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યા સાગરને રજુઆત કરતા બંને મહાનુભાવોના પ્રયત્નો થકી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી તમામ શિક્ષકો વતી શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.






Latest News