મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ


SHARE





મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ

મોરબી મહાપાલિકાના ફૂડ  વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં 40 જેટલા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અમુક સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ અમુક વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમ્યાન નવલખી રોડ પર આવેલ પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ, ફૂડ કલરનો નાશ કર્યો હતો અને સ્થળ પર અનહાઈજેનીક સ્થિતિ જોવા મળી હતી તેમજ ફૂડ લાયસન્સ ન હોવાથી પેઢીને ગ્રીન નોટીસ આપવામાં આવી હતી. જયારે રવાપર ચોકડીગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા સ્થળ પર તેનો નાશ કર્યો હતો અને સાઈઝ ઝીરો કેફેમાં એક્સપાયરી ડેટ વગરના પાઉં અને પીઝા બેઝ મળી આવ્યા હતા જેનો પણ નાશ કર્યો હતો. તેમજ ચેતના સ્વીટ એન્ડ નમકીનમાંથી એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટ મળી આવતા તેનો પણ ફૂડ વિભાગની ટીમે નાશ કર્યો હતો. અને આવી જ કામગીરી આગમી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે.




Latest News