મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ કાબુમાં આવી !: આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ


SHARE







મોરબી: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ કાબુમાં આવી !: આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેતા 9 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને હાલમાં સ્થળ ઉપર બળેલી મગફળી હટાવવામાં આવી છે અને આખા ગોડાઉનને તોડી પાડવામાં આવેલ છે જો કે, આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ છે.

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

આ આગને સો ટકા કાબૂમાં લેતા ફાયરની જુદીજુદી ટીમોને 9 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અને જેમ જેમ મગફળીની જીઆઇ ગુણી હટાવવામાં આવે તેમ તેમ નીચેના ભાગમાંથી આગ બહાર આવતી હતી જેથી ફાયરના વાહનોને સ્થળ ઉપર રાખીને 9 દિવસ સુધી આગ ઉપર સતત પાણીનો મારો કરવામાં આવેલ હતો ત્યારે આગ કાબુમાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે જો કે, આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને તાલુકા પીઆઇ પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ 9 દિવસ પછી પણ આગ લાગવાનુ કારણ આજની તારીખે પણ અકબંધ છે.






Latest News