મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
Breaking news
Morbi Today

હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ


SHARE







હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ

હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હતી જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે તપાસ દરમ્યાન હાલમાં ભંગારને ડેલમાંથી ચોરી કરેલ ખાટલાનો ભંગાર મળી આવેલ હોય લોખંડના ખાટલાનો ભંગાર લેનારા વેપારી તેમજ ચોરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે જો કે, એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે હળવદ અમદાવાદ હાઇવે રોડ ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં સ્મશાન આવેલું છે અને ત્યાં તસ્કરોએ ધામા નાખીને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રાખવામાં આવેલ લોખંડના ખાટલાની ચોરી કરી હતી જેથી 50,000 રૂપિયાની કિંમતના લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં હકીકત મળી હતી કે, સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી હિંમત કાનજીભાઈ પરમાર રહે . બસ સ્ટેશનની પાછળ હળવદ તથા કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાએ કરી છે અને આ ચોરી કરેલા લોખંડના ખાટલાનો ભંગાર હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાં વેચાણ કર્યો છે જેથી પોલીસ દ્વારા ભંગારના ડેલામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી સ્મશાનમાંથી ચોરી કરવામાં આવેલ લોખંડના ખાટલાનો ભંગાર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો લોખંડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરનારા આરોપી હિંમત કાનજીભાઈ પરમાર રહે. હળવદ તથા ભંગારની ખરીદી કરનારા વેપારી પૂનમભાઈ દેવજીભાઈ મકવાણા રહે. હળવદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાને પકડવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News