સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ


SHARE





મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ

જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ બને, જ્યારે પોતાના આનંદ સાથે કોઈના જીવનમાં પણ ખુશીની પળો ઉમેરી શકાય.આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે મોરબીની નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થી પનારા શ્યામ બેચરભાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરીને સમાજ સમક્ષ માનવતાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું હતુ. પોતાના સહાધ્યાયી મિત્રો સીસાંગીયા કલ્પ, પંચાસરા અમરસી, સોનગ્રા જીગ્નેશ, રાધુડીયા કિશન તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.જ્યાં વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતુ.તેમજ તેમની સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો.તેમની જીવનયાત્રાના અનુભવો સાંભળ્યા હતા અને વડિલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

આ મુલાકાત દરમિયાન એક હૃદયસ્પર્શી અનુભૂતિ સૌને થઈ કે ઘણા વડીલોને માત્ર ભોજનની જ નહીં, પરંતુ કોઈ પોતાના બનીને પ્રેમથી બે શબ્દ બોલે, તેમની વાત સાંભળે અને થોડો સમય તેમની સાથે વિતાવે તેની પણ એટલી જ તીવ્ર જરૂર હોય છે.વડીલોના ચહેરા પર ખીલેલું સ્મિત અને આંખોમાં ઝળહળતો પ્રેમ દરેકના હૃદયને સ્પર્શી ગયો.આ પ્રસંગ માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ સેવા, સંસ્કાર, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી સંદેશ બની રહ્યો.આજના યુગમાં જ્યાં જન્મદિવસની ઉજવણી મોટાભાગે મોજશોખ પૂરતી મર્યાદિત રહી જાય છે.ત્યાં આ સેવાના કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના આનંદનો હિસ્સો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યો છે.આ પ્રસંગે શિક્ષક રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, જન્મદિવસે મોજશોખ અને દેખાડા પાછળ ખર્ચ કરવાની જગ્યાએ જો દરેક વિદ્યાર્થી એક દિવસ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર કરે, તેમની લાગણીઓને સમજે અને પોતાની ક્ષમતા મુજબ સેવા કરે, તો એ જ જન્મદિવસની સૌથી મોટી અને યાદગાર ઉજવણી બની શકે છે.આ આયોજન માત્ર એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત રહ્યું નહીં, પરંતુ સમાજમાં સેવા, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો હતો. જો આજની યુવા પેઢી પોતાના જીવનના શુભ પ્રસંગોને આવા સેવાકાર્યો સાથે જોડે, તો સમાજમાં સંવેદના, કરુણા અને માનવતાની નવી દિશા ઉભી થઈ શકે.




Latest News