મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મિત્રની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવતની સાથે બાઈક નંબર જીજે 4 ઇ એન 7932 ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી બે દિવસ પહેલા પસાર થઈ રહયો હતો ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારને શરીરે ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અકસ્માતના આ બનાવમાં મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રાજુભાઈ તથા તેનો સાળો શીવાભાઈ બંને બાઈક ઉપર બેલાથી લક્ષ્મીનગર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈનું મોત નીપજ્યું છે અને રાજુભાઈ લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કોલસાના ડેલામાં કામ કરતા હતા દરમ્યાન લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ સુખ કોર્પોરેશન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૃતક યુવાનના મિત્ર કરણભાઈ ઉર્ફે કાળુ કાંતિભાઈ સોલંકી (22) ની ફરિયાદ લઈને ટ્રક નંબર જીજે 39 ટી 7838 ના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News