મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા


SHARE







હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા

હળવદના ઘનશ્યામપુર ગામથી કોંઢ તરફ જવાનો રસ્તો ઉપર આવેલ વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 32,460 રોકડા કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘનશ્યામપુર ગામની સીમમાંથી કોંઢ ગામ તરફ જવાના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ (45), દિનેશભાઈ નરસીભાઈ સોનાગ્રા (42), અંબારામભાઈ ગોરધનભાઈ સોનાગ્રા (40), દયારામભાઈ લક્ષ્મણભાઈ સોનાગ્રા (50), દયારામભાઈ ભીખાભાઈ ધારીયા (40), રઘુવીરસિંહ ખોડુભા ઝાલા (60) અને જગદીશભાઈ મુગટલાલ રાવલ (51) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 32,460 ની રોકડા કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

વરલી જુગાર

મોરબીના લાલપર ગામ પાસે બસ સ્ટેશન નજીક વરની જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા રહેતા રાહુલભાઈ નટુભાઈ ચોવીસીયા (23) રહે. લધીરપુર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 180 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News