સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ


SHARE





મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ

મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે મહિલા સરપંચ ગામમાં આવેલી દુકાનેથી વસ્તુઓ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા તેમજ સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી નાખવાની ગર્ભિત ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના રાજપર (કુ) ગામના મહિલા સરપંચ નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી (32)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા તથા સંદીપભાઈ ખીમજીભાઇ મેંદપરા રહે. બંને રાજર (કું) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ ગામમાં આવેલી દુકાનેથી ચીજ વસ્તુઓ લઈને પોતાના ઘર તરફ પર જતા હતા ત્યારે મનસુખભાઈ દેત્રોજાએ તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને હું ગમે ત્યારે તેને સસ્પેન્ડ કરાવી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી હતી અને ત્યારબાદ બંને આરોપીઓએ ગ્રામ પંચાયતના ઓફિસના પગથિયાં ચડતા ચડતા ફરિયાદીને આજની મિટિંગમાં કોઈ નિર્ણય થવા દેવો નથી અને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી નાખવા છે તેવી તેવી ગર્ભિત ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા નોંધાવવામાં આવેલ ફરીયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News