મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે દીકરી-માતાએ જાત જલાવી લેવાના ગુનામાં દંપતિની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે દીકરી-માતાએ જાત જલાવી લેવાના ગુનામાં દંપતિની ધરપકડ

મોરબી નજીક મહેન્દ્રનગર ગામે માતા અને પુત્રીએ પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને જાત જલાવી હતી જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવારમાં દીકરીનું મોત નીપજયું હતું આ બનાવમાં આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાએ તેના કૌટુંબિક દિયર અને દેરાણી સામે તેઓની દીકરીના લગ્ન બાબતે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ માળીયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ ચુનીભાઈ કવૈયા જાતે લુહારના પત્ની રેખાબેન (૪૫) અને દીકરી બંસી (૨૨) એ ગત શનિવારે સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેને ૧૦૮ મારફતે મોરબીથી તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇને જવામાં આવ્યા હતા અને ત્યાર સારવારમાં બંસીનું મોત નીપજયું છે આ બનાવમાં રેખાબેન ધીરુભાઈ કવૈયાએ માળીયા તાલુકાનાં મોટાભેલા ગામે રહેતા તેઓના કૌટુંબિક દિયર અમુભાઈ રતિલાલ કવૈયા અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓની દીકરી બંસી સાથે આજથી સાત વર્ષ પહેલા આરોપી પ્રવિણાબેન અમુભાઈના ભાઈ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું ત્યારે તેઓએ ના કહી હતી જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપીઑ તેઓને તેમજ તેની દિકરી બંસીને અવાર-નવાર ફોનમા તેમજ પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષથી માનસીક ત્રાસ આપીને મેણા ટોણા મારતા હતા જેનાથી કંટાળીને તેઓએ અને તેની દીકરી બંસીબેને પોત પોતાની રીતે જાતેથી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી આ ગુનામાં મૃતક મહિલાના કૌટુંબિક દિયર અમુભાઈ રતિલાલ કવૈયા (૫૨) અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયા(૫૦)ની ધરપકડ કરીને મોરબી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે






Latest News