મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે થયેલા મારામારીના બનાવમાં ચાર શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે થયેલા મારામારીના બનાવમાં ચાર શખ્સોની ધરપકડ

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં બંને સામસામે વિજયનગર શાંતીવન સ્કુલ પાસે ભેગા થઈ ગયા હતા જેથી એકબીજાને છરીના ઘા ઝીકિ દીધા હતા અને સહેદોને લાકડી વડે માર માર્યો હતો આ બનાવમાં કજરડાના યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં કાજરડા ગામના રહેવાસી હનીફભાઇ અબાસભાઇ ભટી જાતે મીયાણા (ઉ.૨૧) એ એજાજભાઇ કાદરભાઇ મોવરઅક્રમભાઇ કાદરભાઇ મોવર રહે. બન્ને વીસીપરા સનરાઇઝપાર્ક તથા જાવેદ જામ રહે. માળીયા મીયાણા અને એક અજાણ્યો ઇસમ સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતે અને એજાજ અગાઉ મિત્ર હતા અને મોબાઇલ પર ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે વીસીપરા ખાડા વિસ્તરમા ભેગા થતા તકરાર થઈ હતી અને આરોપીઓએ ફરિયાદી યુવાનને હાથથી મુંઢ માર્યો હતો બાદ ફરિયાદી તેમજ કરીમભાઇ અબાસભાઇ ભટી તથા હુસેન મોવર વીસીપરામાં આવેલ વિજય નગર શાંતીવન સ્કુલ પાસેથી ઘેર જતાં હતા ત્યારે શાંતીવન સ્કુલ પાસે આરોપીઓ ભેગા થતા ઝઘડો કર્યો હતો અને એજાજે ફરિયાદીને ડાબા પૂઠના ભાગે કમરથી ઉપરના ભાગે અને કરીમને ડાબા પગે સાથળમા છરી વડે ઇજા કરી હતી અને અક્રમભાઇએ ફરિયાદી અને કરીમભાઇને હાથપગ તથા માથામા લાકડી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે હાલમાં એજાજભાઇ કાદરભાઇ મોવર (૧૯)અક્રમભાઇ કાદરભાઇ મોવર જાવેદ મહેબૂબભાઈ જામ (૨૩) અને સબ્બીર જાનમામદ વીરા (૨૩) રહે. બધા જ વીસીપરા સનરાઇઝપાર્ક વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે 






Latest News