મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો


SHARE







મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો

મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગો સામે વહેલી તકે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ભાવનાબેન ચારોલાન માર્ગદર્શન હેઠળ સ્થાનિક શાશ્વત હોસ્પિટલખાતે આ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ આંગણવાડીના હેલ્પર બહેનોને કેન્સરના લક્ષણો અને તેના બચાવના ઉપાયોથી માહિતગાર કરવાનો હતો,જેથી તેઓ સમાજના છેવાડાના પરિવારો સુધી આ સ્વાસ્થ્ય સંદેશ પહોંચાડી શકે. આ સેમિનારમાં શાશ્વત હોસ્પિટલના ડૉ. અશ્વિની જસાણી અને સેન્ટર હેડ ડૉ. અંકિતા પટેલે ઉપસ્થિત બહેનોને બંને કેન્સર અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડી વહેલા નિદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે પર્યાવરણ જતનના સંદેશ સાથે ગાયત્રી ચેતના સેન્ટરતરફથી તમામ આંગણવાડીઓ માટે ઔષધીય અને પર્યાવરણીય રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. ઘટક-૨ ના મુખ્ય સેવિકાઓ તેમજ તમામ આંગણવાડીના હેલ્પર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News