સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો


SHARE





ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંજૂર કરાયેલી ૨૭૦ નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ અને મહિલાઓને કાયદાકીય હક્કોની વિસ્તૃત જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ટંકારા આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક દ્વારા કલ્યાણપર ગામ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ (ગાંધીનગર) ના ઉપસચિવ શ્રીમતી ધ્વનિબેન પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, નારી અદાલત, પોલીસ પ્રશાસન, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, સમાજ સુરક્ષા વિભાગ અને એસ.બી.આઈ. (SBI) બેંકના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ અધિકારો વિશે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ શ્રીમતી ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. શ્રીમતી તેજલબેન દેકાવાડિયા, ઘટક કચેરીના સ્ટાફ અને જિલ્લા પી.એસ.ઈ. (PSE) કોર્ડીનેટર રમેશભાઈ ધોરિયાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News