મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે


SHARE







મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે

વાહન માલિકોને પસંદગીના નંબરો ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ સીરીઝના બાકી રહેલા નંબરો માટે ઓનલાઈન હરાજી (e-Auction) નું આયોજન કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ટુ-વ્હીલર માટે GJ36BC, BA, AS, AQ, AN, AM, ફોર-વ્હીલર માટે GJ36BB, AR, AL, AP, AJ અને ટ્રાન્સપોર્ટ વાહનો: GJ36V, GJ36X સિરીઝના નંબર મેળવવા તા.૧૩/૦૭ થી ૧૫/૦૭ સુધી ઓનલાઈન અરજી અને પાયાની રકમ ભરી શકાશે. ઓનલાઈન બિડિંગ (હરાજી) નો સમય: તા.૧૫/૦૭ થી ૧૭/૦૭ સુધીનો રહેશે. ઇચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર જઈ 'પબ્લિક યુઝર' તરીકે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ લોગિન કરી CNA (Choice Number Application) ફોર્મ ભરી યુનિક નંબર જનરેટ કરવાનો રહેશે.

નોંધનીય છે કે, CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (જે વહેલું હોય તે) થી ૭ દિવસની અંદર અને વાહનનો ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે. હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોએ બાકી રહેતી તફાવતની રકમ પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેમને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની રકમ ૫ થી ૭ દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે તેમ મોરબી પ્રાદેશિક પરિવહન અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News