મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં


SHARE







મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવતની સાથે બાઈક ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારને શરીરે ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અકસ્માતના આ બનાવમાં મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર જાઓ થહોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રાજુભાઈ તથા તેનો સાળો શીવાભાઈ બંને બાઈક ઉપર બેલાથી લક્ષ્મીનગર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈનું મોત નીપજ્યું છે અને રાજુભાઈ લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કોલસાના ડેલામાં કામ કરતા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે અને અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

બાળક સારવારમાં
મોરબીના જેતપર ગામે વિનોદભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના 13 વર્ષના બાળક ભૂરો રાકેશભાઈ કોળીને વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી જનાવર કરડી જવાના કારણે બાળકને સારવાર માટે જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિક્ષામાંથી કૂદી જતાં ઇજા
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રિક્ષામાંથી ધુમાડો નીકળતો હોય રીક્ષામાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા ચાલુ રિક્ષાએ રિક્ષામાંથી નીચે કૂદકા મારવામાં આવ્યા હતા જેથી આ બનાવમાં મદીનાબેન હબીબભાઈ સામતાણી (25), ખતીજાબેન રહેમાનભાઈ મોર (45), સાહિલ હબીબભાઈ સામતાણી (2) અને અયાન હબીબભાઈ સામતાણી (5) રહે. બધા માળીયા મીયાણા વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.






Latest News