મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે

મોરબીના ઘૂંટુ ગામ પાસે ગૌશાળા નજીક આવેલ મોબાઈલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત કુલ મળીને 83,613 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કંપનીના સુપરવાઇઝરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મોડપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ઇન્ડસ મોબાઈલ ટાવર કંપનીના સુપરવાઇઝર તરીકે કામ કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (32) એ અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઘુટુ ગામે ગૌશાળા પાસે ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર પાસે આઈડી નંબર 1321093 જીટી 5287 વાળી જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયે પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ટાવર ઉપર ચડીને ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના અંજના કાર્ડ, કેબલ જમ્પર સહિત કુલ મળીને 83,613 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરી છે જેથી તાલુકા પીઆઇની સૂચના મુજબ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં પોલીસે આરોપી નીચી માંડલ થી વાંકડા તરફ જવાના રસ્તે પુલીયા પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે જતાં હોવાની હક્કિત આધારે પોલીસે સ્થળ ઉપરથી આરોપી પીન્ટુભાઈ ભરતભાઈ સોલંકી રહે. નગરા તાલુકો વઢવાણ, રાહુલકુમાર ટીકમસિંહ રહે. હાલ આદિપુર મૂળ રહે ઉતરપ્રદેશ અને કપીલ છુટ્ટનસિંહ રહે. ઉતર પ્રદેશ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ટાવરમાં અંજનાકાર્ડ નંગ- ૨ જેની કિંમત ૮૩૬૧૩ તેમજ ઇકો કાર નં. જીજે ૧૩ સી.એ. ૩૯૩૨ જેની કિંમત ,૫૦,૦૦૦ આમ કુલ મળીને ,૩૩,૬૧૩ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News