સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE





મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે સુરતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થી તરીકે અભ્યાસ અર્થે આવતા સૈનિકોના પુત્રો માટે સુરત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવનખાતે સૈનિક કુમાર છાત્રાલયનું આધુનિક નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની ઉત્કૃષ્ટ સગવડ પૂરી પાડવામાં આવશે.

આ સુવિધાજનક છાત્રાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે એડમિશન મેળવવા ઈચ્છતા પૂર્વ સૈનિકો અને વાલીઓએ સંબંધિત કચેરીનો રૂબરૂ સંપર્ક સાધીને નિયત પ્રવેશ ફોર્મ મેળવી લેવાના રહેશે અને તમામ વિગતો ભરીને સત્વરે ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા, નિયમો અને અન્ય વિગતવાર માહિતી માટે રસ ધરાવતા વાલીઓ સત્તાવાર ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ પર સીધો સંપર્ક સાધી શકે છે, તેમ સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News