મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો


SHARE







માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો

માળીયા (મી)માં ગઇકાલે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તમંચો તેમજ અન્ય કુલ મળીને 70 જેટલા હથિયાર મળી આવ્યા હતા જેથી ત્યાર બાદ હવે પોલીસે ધડોધડ ગુના નોંધવાનું શરૂ કર્યું છે અને હાલમાં  માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા 4 ગુના નોંધાયા છે.

માળીયાથી કચ્છ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વિશાલા હોટલની પાછળના ભાગમાં વાડીમાં રહેતા સીદીકભાઈ સુભાનભાઈ કટિયા (38) ના મકાનમાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેના ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી તલવાર વગેરે જેવા હથિયારો મળી આવ્યા હતા જેથી હથિયાર બંધીના જાહેરનામાના ભંગ સબમાળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મીયાણામાં પાટી વિસ્તારમાં રહેતા જુનેસ ઈશાભાઈ જેડા (58)ના રહેણાંક મકાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસેથી એક છરી મળી આવી હતી તે ઉપરાંત તેના ઘરમાંથી આઠ છરી મળી આવી હતી જેથી પોલીસે 9 છરી, એક ધારીયુ અને બે લાકડાના ધોકા કબજે કર્યા હતા અને હથિયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

માળીયા (મી)માં નેશનલ હાઈવે રોડ ઉપર સંઘના પેટ્રોલ પંપ પાસે રહેતા નૂરાનીભાઈ આમદભાઈ મોવર (54) ના ઘર પાસે પોલીસ દ્વારા આરોપીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી એક ધારદાર છરી મળી આવી હતી તેમજ તેના મકાનમાંથી જથ્થાબંધ હથિયારો મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી નૂરાનીભાઈ મોરની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

માળીયા મીયાણાના કોળી વાસમાં રહેતા હુસેનભાઇ ઈકબાલભાઈ ભટ્ટીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 150 લીટર આથો મળી આવ્યો હતો જેથી 3750 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તેમજ આરોપી હુસેનભાઇ ઈકબાલભાઈ ભટ્ટીની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી એક છરી મળી આવી હતી જેને પોલીસે કબજે કરી હતી અને હાલમાં આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News