માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો
મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
SHARE
મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી અને આ આગને કાબૂમાં લેવા માટે 10 જેટલા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હાલમાં 7 ફાયર ફાઇટરો સ્થળ ઉપર છે અને પાણીનો મારો કરી રહ્યા છે તો પણ આગ સો ટકા કાબુમાં આવેલ નથી. અને આ આગ લાગવાના લીધે કુલ મળીને 44.46 કરોડની મગફળીનો જથ્થો ગોડાઉનમાં બળીને ખાખ થઈ ગયેલ છે જેની ગોડાઉનના મેનેજર દ્વારા મોરબી તાલુકા પોલીસ સેટેશન ખાતે જાણ કરવામાં આવી છે. અને આ ઘટના મુદે નાફેડના ડાયરેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, ગોડાઉનની અંદર આગ લાગવાથી મગફળીનો જથ્થો બળી જવાના બનાવમાં તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની હોય છે અને નાફેડ દ્વારા નુકસાનીના વળતર માટે વેર હાઉસ કોર્પોરેશન સામે ક્લેમ કરવામાં આવશે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે અને નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને જુદી જુદી જગ્યા ઉપર આવેલા ગોડાઉનની અંદર રાખવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મેજિક સિરામિક નામના કારખાનાની અંદર ગોડાઉનમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ મગફળીના જથ્થામાં શનિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે અંગેની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને આગ વધુ ફેલાઈ ગયેલ હોવથી રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી અને 10 ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર પાણીનો માર કરવામાં આવી રહ્યો હતો.
જો કે, 45 કલાક કરતાં વધુ સમયથી ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર પાણીનો માર કરવામાં આવી રહ્યો તો પણ હજુ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બેકાબુ છે અને આગને કાબુમાં લેવા માટે થઈને પહેલા જે 10 ફાયર ફાઇટરો હતા તેમાંથી 3 ને છૂટા કરવામાં આવેલ છે અને 7 ફાયર ફાઇટરો દ્વારા હજુ પણ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. અને અત્યાર સુધીમાં લગભગ 90 લાખ લિટર પાણીનો મારો મગફળીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે કરવામાં આવેલ છે તેમ છતાં પણ આગ કાબુમાં આવી નથી અને મગફળીનો જથ્થો સો ટકા બળીને ખાખ થઈ ગયો છે તેવી માહિતી ફાયર ઓફિસર જયેશ ડાકી પાસેથી જાણવા મળી છે.
મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મુદ્દે નાફેડના ડાયરેક્ટર મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, ગોડાઉનની અંદર આગ લાગવાથી મગફળીનો જથ્થો બળી જવાના બનાવમાં તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને હાલમાં જે નુકસાની થયેલ છે તેના વળતર માટે વેર હાઉસ કોર્પોરેશન સામે નાફેડ દ્વારા ક્લેમ કરવામાં આવશે વધુમાં તેઓએ કહ્યું હતું કે, આ ઘટનાની એફએસએલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને વેર હાઉસ કોર્પોરેશન દ્વારા આગ લાગવાના બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં આ બનાવની રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અક્ષરધામ સોસાયટી ખાતે રહેતા ગોડાઉન મેનેજર હસમુખભાઈ ગોરધનભાઈ વાણંદ (69)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેમાં જણાવ્યુ છે કે, તા. 4/7 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં મેજિક કારખાનાના ગોડાઉનની અંદર ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તેમાં આગ લાગી હતી અને આ પ્રત્યેક ગુણીની અંદર 35 કિલો મગફળી હતી અને કુલ 1,59,581 ગણી મગફળી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થાય છે અને ગોડાઉન બંધ હાલતમાં હતું તે દરમિયાન તેમાં આગ લાગી છે જેથી બનાવની નોંધ કરીને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા ચલાવી રહ્યા છે