મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે


SHARE









ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે

ટંકારાના ઘુનડા (સ) ગામેની સીમાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાયર ચોરીની ફરિયાદ આપી હતી જે ગુણનો પોલીસે ભેદ ઉકેલી નાખેલ છે અને હાલમાં ચોરાઉ વાયર સહિત કુલ મળીને 82,600 ના મુદામાલ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે અને બીજા ચાર વ્યક્તિના નામ સામે આવેલ હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ટંકારાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (45)એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા માટે ઈલેક્ટ્રીક મોટર તેઓ દ્વારા મૂકવામાં આવી હતી અને તે ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર 150 ફૂટ જેનો વજન 20 કિલો થાય છે તે 6,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે હાલમાં આરોપી મહાવીરભાઈ મનોજભાઈ રાઠોડ રહે. મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આઠ ઓરડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 6,600 ની કિંમતનો કોપર વાયર તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ બાઈક, રીક્ષા અને મોબાઈલ આમ કુલ મળીને 82,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલા આરોપી પાસેથી વિપુલ આનંદભાઈ આમરોણીયા રહે. રાજકોટ, ડાડા અને મામા નામના બે શખ્સો રહે. બંને રાજકોટ અને કાયદાના સંઘર્ષમાં આવેબાળ કિશોર આમ કુલ ચાર વ્યક્તિઓના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવી શરૂ કરવામાં આવી છે.






Latest News