મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી


SHARE





વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા

 સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેર ખાતે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી પરમપૂજય ભાવચંદ્રજી સ્વામી આદીથાણા શેષકાળમાં પધારતા સ્થાનકવાસી જૈન સંઘમાં ધર્મોલ્લાસ છવાયો.

 શાંત પરમ હિતકારી, સંત ચરણ સુખકારી, સંતકૃપાની બલીહારી એ ઉકિત મુજબ પ.પૂ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ.ડો.શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ.શ્રી વિવેકચંદ્રજી સ્વામી પૂ.શ્રી અરિહંતચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી આદી ઠાણા-2 પધારતા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેરના આંગણે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાન, રાત્રી પ્રવચન, તપારાધનામાં યુવાનો તથા સકળ સંઘે ખુબ સુંદર લાભ લીધો હતો તેમજ પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના, પાસઠીયા યંત્ર આરાધનામાં પર્યુષણ પર્વ જેવો ઐતિહાસિક માહોલ રચાયો હતો.

રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહી તેમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પવિત્ર અવસરે સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરીને ભાવભર્યું સન્માન વ્યક્ત કર્યું તથા તેમના શુભ આશીર્વાદ મેળવ્યા હતા. #morbi #મોરબી 




Latest News