મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
SHARE
મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
મોરબી એસઓજીના સ્ટાફે બે સ્પાના સંચાલકો સામે કાર્યવાહી કરેલ છે.તેઓએ નિયમાનુસાર સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવેલ ન હોય કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ તપાસ દરમિયાન અન્ય ક્ષતિ સામે આવતા હાલમાં એસઓજીના સ્ટાફે મોરબીના રાજકોટ હાઇવે થ્રીલ એન્ડ ચીલ સામે આવેલ અતરંગ લક્ઝુરીયસ સ્પાના સંચાલક પિંકલકુમાર અશોકભાઈ ચાવડા (૨૫) ધંધો સ્પા સંચાલન રહે.હાલ અતરંગ લક્ઝુરીયસ સ્પા રાજકોટ હાઇવે મૂળ રહે.આંબેડકરનગર જહાંગીરપુરા રાંદેર રોડ ભેંસાણ સુરત સામે જાહેરનામાના ભંગ અંગે કાર્યવાહી કરી હતી.કારણ કે સ્પામા કામ કરતાં બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા ન હતા. જેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમજ મોરબીની ત્રાજપર ચોકડી ભગવતી એસ્ટેટના કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ લીલી સ્પા નામના સ્પામાં પણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં પણ કામ કરતી ત્રણ સ્પા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશને જમા કરાવવામાં આવ્યા ન હોય તેમજ સીસીટીવીમાં યોગ્ય રેકોર્ડિંગ રાખવામાં આવતુ ન હોય જાહેરનામાને ભંગ થતો હોય લીલી સ્પાના સંચાલક સંજયસિંહ પુષ્કરસિંહ નેગી (૩૬) ધંધો સ્પા સંચાલન હાલ રહે.મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી ભગવતી એસ્ટેટ બીજા માળ લીલી સ્પા ખાતે મૂળ રહે.પર્વતકુંજ કુંન્દેશ્વરી કાશીપુર ઉધમસિંહનગર ઉત્તરાખંડ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવતા માટેલ ગામની સીમમાં રેસી સીરામીકના પાછળ આવેલ ગ્રાઉન્ડમાંથી વાહનની ચોરી થવા પામી છે.જે બાબતે હાલમાં જગદીશભાઈ ઉર્ફે ટીનાભાઇ બચુભાઈ સરસાવાડીયા કોળી (૩૨) ધંધો ખેતી રહે.માટેલ તા.વાંકાનેર નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા ઇસમની સામે ચોરીની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમનું હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર જીજે ૩૬ એડી ૭૦૩૧ વર્ષ ૨૦૨૨ ના મોડલનું કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નું વાહન કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયેલ છે.હાલ વાહન ચોરીની ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એ.આર.બેરાણી દ્વારા તસ્કરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
તેમજ વાંકાનેરના નવા ઢુવા પીએચસી સેન્ટર પાસેથી પણ એક વાહનની ચોરી થયેલ છે.જે બાબતે મોહમ્મદમુસર્ફ ઈબ્રાહીમભાઇ બાદી જાતે મોમીન (૨૭) ધંધો વેટરનરી ડોકટર રહે.પાંચ દ્વારકા તા.વાંકાનેરએ પણ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલિટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે તેઓનું હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર જીજે ૩૬ એજી ૫૦૯૬ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ વાળું પણ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે.હાલ જુદા-જુદા બે વિસ્તારોમાંથી વાહન ચોરી થઈ હોય વાહનચોર ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.બનાવ સંદર્ભે ફરિયાદ થતાં એસ.આર.ચાવડા દ્વારા તસ્કરને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી છે.









