પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE









ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

ટંકારાના નસીપર ગામની સીમમાં વાડી પાસે પાકીટની ચોરી કરી હોવાની શંકા રાખીને યુવાનને માથામાં બોથ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે નામ જોગ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વાડીએ મજૂરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસાએ આરોપીનું પાકીટ ચોરી કર્યું હોવાની શંકા વહેમ રાખીને આરોપીએ રવિભાઈને માથામાં તથા શરીરને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગંભીર જા થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા રહે. મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, યુવાનની હત્યા કરનારા આરોપીએ યુવાનને માર માર્યા બાદ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યારે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News