સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE





મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા દરમિયાન હાર્ટ અટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના નવલખી રોડ ઉપર ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર (50) નામ આધેડ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેઓને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને હાર્ટ અટેકથી તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક પલટી મારી જતાં ઇજા

માળીયા (મી)નો રહેવાસી રાજેશભાઈ હરિયારામ યાદવ (40) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે હતો ત્યારે ત્યાં ટ્રક પલટી મારી જવાના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના આમરણ હાઈવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે વાહનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જામનગરના રહેવાસી ભાવેશભાઈ છગનભાઈ શીલું (35) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ ઇજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News