સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE





વાંકાનેરમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં ડિગ્રી વગરનો ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મૂળ રાજસ્થાનનો શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી ત્યાર બાદ તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર બિલાડીના ટોપની જેમ બોગસ ડોક્ટરો ફૂટી નીકળી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેરમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટી વિસ્તારમાં મૂળ રાજસ્થાનના જાકીરખાન બસીરખાન પઠાણ નામનો શખ્સ ડોક્ટર તરીકે પોતાના દવાખાનામાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો જો કે, તેની પાસે ડોક્ટર ની કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં અને દર્દીઓના તથા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 3000 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં જાકીરખાન બસીરખાન પઠાણ (40) રહે ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર વાળાને પકડીને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.  #morbi #મોરબી 




Latest News