સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની બેલા ચોકડી પાસે આઇસર ચાલકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત, એક સારવારમાં


SHARE





મોરબીની બેલા ચોકડી પાસે આઇસર ચાલકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત, એક સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ચોકડી નજીકથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યુ હતું ત્યારે આઇસરના ચાલકે તે વાહનને હડફેટે લીધું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી તે પૈકી યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મોટાભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી ખાતે રહેતા મનસુખભાઈ ધનજીભાઈ ભંખોડીયા (56) એ હાલમાં આઇસર નંબર જીજે 36 વી 0735 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે ચોકડી પાસેથી ફરિયાદીના નાના ભાઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા (44) રહે.રોટરીનગર તાલુકો મોરબી વાળા એકટીવા નંબર જીજે 36 એએમ 0979 લઈને પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેઓના એકટીવામાં તેની સાથે દેવજીભાઈ બચુભાઈ સંઘાણી (60) રહે બેલા વાળા પણ બેઠેલા હતા અને આ ડબલ સવારી એકટીવાને આઇસર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં દેવજીભાઈને માથામાં શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈ ભંખોડીયાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેઓને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

#morbi #મોરબી




Latest News