મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ દરગાહ નજીક સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રોડ સાઈડમાં લગાવેલ જાળી સાથે તેનું બાઈક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

મૂળ રાજસ્થાનના ફતેપુરાનો રહેવાસી અને હાલમાં વાંકાનેરના જીપરા વિસ્તારમાં રહેતો અને કડિયા કામ કરતો અજયકુમાર મધુરમ વર્મા (30) નામનો યુવાન પોતાનું બાઈક નંબર આરજે 23 કે 9038 લઈને વાંકાનેરથી શેખરડી ગામ તરફ જવાના રસ્તા ઉપર કામ અર્થે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ચંદ્રપુર પાસે આવેલ દરગાહ નજીક રોડ સાઈડમાં સર્વિસ રોડ ઉપર લગાવવામાં આવેલ જાળી સાથે તેનું બાઈક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અજયકુમાર વર્માને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ વિજય મધુરમ વર્મા (23) રહે. હાલ ફતેહપુર રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News